વિવાદ વકર્યો : વીરપુર મા બાપા ના ચરણો માં દંડવત થાય સ્વામી… જલારામ ભક્તો, રઘુવંશી સમાજ આક્રોશિત થતા સ્વામી એ માંગી માફી

OO વીરપુરના સદાવ્રત માટે આશીર્વાદ માંગ્યા હતા જલારામ બાપા એ ગુણાતીત સ્વામી પાસે…સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામિની ટીપ્પણીથી રઘુવંશી સમાજમાં રોષ ભડકતા સંતે માફી માંગી લીધી છે અને ઉક્ત નિવેદન વારો વિડિઓ બી ડિલીટ કરી દીધો છે પણ જલારામ બાપા ના ભક્તો ની માંગડી ” વીરપુર આવી જલારામ બાપા ના ચરણો માં દંડવત થઈ માફી માંગે સ્વામી*

TTN Desk

રાજકોટ 3/03/25
સ્વામિનારાયણ પંથકના વધુ એક સાધુ વાણી પ્રવચનમાં ભાન ભૂલ્યા છે. અને સોશ્યલ મીડીયા પર તેનો વિડીયો વાયરલ થતા રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. સુરતના અમરોલીના એક કાર્યક્રમમાં જ્ઞાનપ્રકાશ સ્વામિએ જલારામ બાપા પર વિવાદીત ટીપ્પણી કરતા રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.

આ સંતે એક સભામાં એવું નિવેદન આપ્યું કે જલારામ બાપાને અન્નક્ષેત્રની પ્રેરણા ગુણાતીત સ્વામિ પાસેથી મળી હતી અને સદાવ્રત માટે તેમને આશીર્વાદ આપ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતના વિવાદી નિવેદન સામે વિવાદનો વંટોળ ઉઠી ગયો છે.

રઘુવંશી સમાજના રાકેશ દેવાણીએ જણાવ્યું કે જ્ઞાનપ્રકાશ સ્વામિએ જલારામ બાપા વિશે બફાટ કર્યો છે. આ બાબત શાખી લેવાશે નહીં આજે પણ જલારામ બાપાનો ઈતિહાસ વીરપુરમાં મોજૂદ છે.

જ્ઞાનપ્રકાશ સ્વામિએ વાણી પ્રવચનમાં જણાવ્યું કે વીરપુરમાં કોઈ સ્વામિ છે જ નહીં. અન્નક્ષેત્ર માટે ગુણાતીત સ્વામિ પાસે આશીર્વાદ માંગ્યા હતા. આ નિવેદન બાદ રઘુવંશી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

O વીરપુર મા દંડવત થાય સ્વામી ત્યારે મળશે માફી

રઘુવંશી સમાજે ઉગ્ર માંગણી કરી છે કે જ્ઞાનપ્રકાશ સ્વામિ વીરપુર આવી જલારામ બાપાના ચરણોમાં દંડવત થઈ માફી માંગે તો જ રઘુવંશી સમાજ માફ કરશે. જો તેઓ માફી નહીં માંગે તો આક્રોશભર્યા પગલા અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વિરોધનો વંટોળ ઉપડતા જ્ઞાનપ્રકાશ સ્વામિએ માફી માંગી છે. પરંતુ હજુ પણ રઘુવંશી સમાજમાં રોષ વ્યાપેલો છે.જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન અંગે રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરાબેન નથવાણીએ તીખી પ્રતિક્રિયા આપી છે ..તેમણે કહ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બફાટ કરે અને માફી માંગી લે છે, આ વખતે અમે માફી ચલાવી લેશું નહીં, તેમણે કહ્યું આ પ્રકારના સ્વામી વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. કડક કાર્યવાહી નહીં થાય તો આ સ્વામીઓ ફરી વિવાદ કરશે.તેમણે કહ્યું આ અગાઉ પણ સ્વામિનારાયણ સંસ્થાએ સનાતન ધર્મ મામલે ટિપ્પણીઓ કરી છે, જલારામ બાપા માત્ર વીરપુર અને સૌરાષ્ટ્ર નહીં, પરંતુ વિશ્વભરના લોકોના હૃદયમાં વસે છે” કાશ્મીરાબેન નથવાણીએ કહ્યું કે વીરપુર જલારામ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં તમામ ધર્મના અને તમામ જ્ઞાતિના લોકોને ભોજન આપવામાં આવે છે.

O શું કહ્યુ હતું જ્ઞાનપ્રકાશ સ્વામીએ ?

‘જલારામા બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે’ તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું હતું. . તેમના આ નિવેદન પછી લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો છે..

જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, ‘ગુણાતિત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યુ હતું અને ગુણાતીત સ્વામી વીરપુર આવ્યા ત્યારે જલારામબાપા તેમને લેવા ગયા હતા’ ગુણાતીત સ્વામીની જલારામ બાપાએ ખૂબ સેવા કરી હોવાની વાત પણ તેમણે કહી.